WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસી
પ્રભાવી થવાની તારીખ: 14 જુલાઈ, 2025
અગત્યની અપડેટ:
અમે અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી બનવા માટે WhatsApp ચેનલની પૂરક પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી છે, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે. અપડેટમાં આનો સમાવેશ થાય છે:
- આ પ્રાઇવસી પોલિસીનું નામ અને તેનો સ્કોપ: WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસી, ચેનલની પૂરક પ્રાઇવસી પોલિસીની જગ્યા લે છે અને ફક્ત ચેનલને બદલે સંપૂર્ણ અપડેટ ટેબને આવરી લેવા માટે તેના સ્કોપને વિસ્તૃત કરે છે.
- ચેનલનાં સબ્સ્ક્રિપ્શન. ચેનલના એડમિન સબ્સ્ક્રિપ્શનને સેટ અપ કરી શકે છે અને સબ્સ્ક્રાઇબરની સાથે ચેનલ અપડેટ શેર કરવા બદલ દર મહિને પેમેન્ટ મેળવી શકે છે.
- અપડેટ ટેબ (દા.ત., ચેનલ અને સ્ટેટસ)માં જાહેરાતો. અમે ચેનલ અને સ્ટેટસના હોમ એવા અપડેટ ટેબમાં જાહેરાતો પ્રસ્તુત કરી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે, ચેનલના એડમિન હવે ચેનલની ડિરેક્ટરીમાં કરવા સહિત તેમની ચેનલનો પ્રચાર કરવા માટે પેમેન્ટ કરી શકશે. વધુમાં, બિઝનેસ, સ્ટેટસમાં જાહેરાતો બતાવવા માટે પેમેન્ટ કરી શકશે. WhatsApp, આ સુવિધાઓ ઓફર કરવા માટે વધારાની માહિતીની પ્રક્રિયા કરવાનું શરૂ કરશે, જેનું વર્ણન અમે નીચે કરીએ છીએ. જાહેરાતો માત્ર અપડેટ ટેબમાં જ આવી રહી છે - લોકોને તેમના ચેટ લિસ્ટ કે વ્યક્તિગત મેસેજમાં જાહેરાતો દેખાશે નહિ. તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને તમને જાહેરાતો બતાવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. અમે WhatsAppની પ્રાઇવસી પોલિસીને તે પ્રમાણે અપડેટ કરી છે.
WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસી શું છે?
આ WhatsApp અપડેટ ટેબની પૂરક પ્રાઇવસી પોલિસી (“અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી”) તમારા દ્વારા WhatsApp અપડેટ ટેબ (“અપડેટ ટેબ”), જે ચેનલ (“ચેનલ”) અને સ્ટેટસ (“સ્ટેટસ”) જેવી વૈકલ્પિક સુવિધાઓનું હોમ છે, તેનો ઉપયોગ કરવામાં આવવા પર રહેલી અમારી માહિતી સંબંધી રીતોને સમજાવે છે. જ્યારે અમે “WhatsApp”, “અમારું/અમારી/અમારો”, “અમે” અથવા “અમને” કહીએ છીએ, ત્યારે અમે WhatsApp LLCને સંદર્ભિત કરી રહ્યા હોઈએ છીએ.
આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે, જે અપડેટ ટેબ સહિત અમારી તમામ સેવાઓના ઉપયોગ પર લાગુ પડે છે. આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસીમાં કેપિટલ અક્ષરવાળા ઉપયોગમાં લેવાયેલા પરંતુ વ્યાખ્યાયિત ન કરેલા તેવા કોઈ પણ શબ્દોના અર્થ WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વ્યાખ્યાયિત કરેલા છે. જો આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી અને WhatsAppની પ્રાઇવસી પોલિસીની વચ્ચે કોઈ પણ વિરોધાભાસ હોય, તો આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી ફક્ત અપડેટ ટેબના તમારા ઉપયોગના સંબંધમાં અને માત્ર વિરોધાભાસની હદ સુધી જ નિયંત્રણ કરશે.
અપડેટ ટેબ માટેની પૂરક સેવાની શરતો અપડેટ ટેબના તમારા ઉપયોગ પર લાગુ પડે છે. જ્યાં તમે આ શરતોને સ્વીકારો છો, ત્યાં આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી, પૂરી રીતે ચેનલની પૂરક પ્રાઇવસી પોલિસીની જગ્યા લે છે. ચેનલના તમારા ઉપયોગ પર વધુમાં WhatsApp ચેનલની માર્ગદર્શિકા લાગુ પડે છે.
મહત્ત્વપૂર્ણ રીતે, અપડેટ ટેબનો તમારો ઉપયોગ તમારા WhatsApp વ્યક્તિગત મેસેજની પ્રાઇવસી પર પ્રભાવ પાડતો નથી, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેવાની ચાલુ રહે છે.
આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી કઈ બાબતોને આવરી લે છે?
આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી WhatsAppના અપડેટ ટેબમાં ઉપલબ્ધ વૈકલ્પિક પ્રોડક્ટ, સુવિધાઓ અને સેવાઓને આવરી લે છે, જેમાં આનો સમાવેશ થાય છે:
સ્ટેટસ એ એક વૈકલ્પિક સુવિધા છે કે જે વાપરનારાઓને તેમના સંપર્કો અથવા પસંદ કરેલા ઓડિયન્સની સાથે એવા ફોટા, વીડિયો અને ટેક્સ્ટ અપડેટ જેવી વસ્તુઓ શેર કરવા અને ફરીથી શેર કરવાની પરવાનગી આપે છે કે જે વ્યૂમાંથી ગાયબ થઈ જાય છે (“સ્ટેટસ અપડેટ”). જ્યારે તમે સ્ટેટસ અપડેટને WhatsApp પર શેર કરો છો ત્યારે તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
ચેનલ એ WhatsAppની અંદર બ્રોડકાસ્ટ કરવાની વૈકલ્પિક, એક-માર્ગી સુવિધા છે, જે અમારી ખાનગી મેસેજિંગની સેવાઓ કરતાં અલગ છે, જે તમને ચેનલ બનાવવાની અથવા તેનું સંચાલન કરવાની પરવાનગી આપે છે (જેનાથી તમે ચેનલના “એડમિન” બની જાઓ છો) જ્યાં તમે અન્ય લોકોના જોવા માટે અપડેટ (“ચેનલ અપડેટ”) શેર કરી શકો છો. તમે ચેનલ અપડેટને જોઈ શકો અને તેની સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકો છો તથા ફોલોઅર (“ફોલોઅર”) તરીકે ચોક્કસ ચેનલને ફોલો કરી શકો છો. નોન-ફોલોઅર (“વ્યૂઅર”) પણ ચેનલ અપડેટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.
ચેનલનાં સબ્સ્ક્રિપ્શન એ એવી ચેનલ હોય છે કે જે માત્ર સબ્સ્ક્રાઇબર માટે જ ઉપલબ્ધ હોય તેવી ચેનલ અપડેટ મેળવવાં માટે ફી ચૂકવીને સબ્સ્ક્રાઇબ કરવા માટેનો વિકલ્પ ઓફર કરે છે (“ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ”). જો તમે ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો ચેનલનાં સબ્સ્ક્રિપ્શનની સેવાની શરતો પણ લાગુ પડશે.
અપડેટ ટેબ (દા.ત., ચેનલ અને સ્ટેટસ)માં જાહેરાતો. જાહેરાત આપનારાઓ, બિઝનેસ, સંસ્થાઓ અને અન્ય લોકો પ્રચારિત ચેનલ અને સ્ટેટસમાં જાહેરાતો સહિત અપડેટ ટેબમાં તમને જાહેરાતો બતાવવા માટે પેમેન્ટ કરી શકે છે. અપડેટ ટેબમાં જાહેરાતો તબક્કામાં આવી રહી છે, તેથી તમને તે દેખાવાની શરૂ થવામાં સમય લાગી શકે છે.
આનાથી મારા નિયમિત WhatsApp મેસેજ અને કૉલ પર કેવી રીતે અસર પડે છે?
મહત્ત્વપૂર્ણ રીતે, અપડેટ ટેબનો તમારો ઉપયોગ તમારા WhatsApp વ્યક્તિગત મેસેજ અને કૉલની પ્રાઇવસી પર પ્રભાવ પાડતો નથી, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેવાની ચાલુ રહે છે. અમે ચેનલ અને સ્ટેટસના હોમ એવા અપડેટ ટેબમાં તમને જાહેરાતો બતાવવા માટે તમારા વ્યક્તિગત મેસેજ અથવા કૉલના કન્ટેન્ટનો ઉપયોગ કરીશું નહિ.
અમે એકત્ર કરીએ છીએ તે માહિતી
WhatsAppની પ્રાઇવસી પોલિસી અમારી સેવાઓ પર અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનું વર્ણન કરે છે. જ્યારે તમે અપડેટ ટેબનો ઉપયોગ કરો છો, ત્યારે અમે આને પણ એકત્ર કરીએ છીએ:
અપડેટ ટેબની માહિતી
- ચેનલની માહિતી. ચેનલ બનાવવા માટે, એડમિને ચેનલ માટેના નામ સહિત મૂળભૂત માહિતી પૂરી પાડવી આવશ્યક છે. એડમિન અન્ય માહિતી ઉમેરવાનું પણ પસંદ કરી શકે છે, જેમ કે એડમિનનું અનન્ય નામ, આઇકન, પ્રોફાઇલ ફોટો, વર્ણન અથવા તૃતીય પક્ષની સાઇટની લિંક.
- ચેનલ અપડેટ. અમે ચેનલ અપડેટ અને ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટને એકત્ર કરીએ છીએ કે જેને એડમિન તેમની ચેનલમાં બનાવે છે અથવા અન્ય લોકોના જોવા માટે શેર કરે છે, જેમ કે ટેક્સ્ટ, વીડિયો, ફોટા, ઇમેજ, ડોક્યુમેન્ટ, લિંક, gif, સ્ટિકર, ઓડિયો કન્ટેન્ટ અથવા અન્ય પ્રકારોનું કન્ટેન્ટ.
- ફોલોઅર, વ્યૂઅર અને અન્ય કનેક્શન. અમે ફોલોઅર અને વ્યૂઅર વિશેની માહિતીને એકત્ર કરીએ છીએ, જેમ કે, તેમની પ્રતિક્રિયાઓ, ભાષા સંબંધી પસંદગીઓ અને તેઓ ફોલો કરે છે તે ચેનલ.
- વપરાશ અને લોગની માહિતી. અમે અપડેટ ટેબ પરની તમારી એક્ટિવિટી વિશેની માહિતીને એકત્ર કરીએ છીએ, જેમ કે સેવાથી સંબંધિત, ડાયગ્નોસ્ટિક અને પર્ફોર્મન્સની માહિતી. અમે અપડેટ ટેબ પરની તમારી એક્ટિવિટી અને તેના ઉપયોગ વિશેની માહિતીને પણ એકત્ર કરીએ છીએ, જેમાં તમે જે પ્રકારની ચેનલ જુઓ છો અને સબ્સ્ક્રાઇબ કરો છો તે અને તમે તેમની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો; જ્યારે તમે અપડેટ ટેબ પર કન્ટેન્ટ બનાવો, શેર કરો અથવા ડિલીટ કરો છો; ચેનલ વિશેનો મેટાડેટા, ચેનલ અપડેટ, ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ અને સ્ટેટસ અપડેટ; ઓડિયન્સ દ્વારા જોવામાં આવ્યાની સંખ્યા અને પ્રતિક્રિયાઓ; તમે જેનો ઉપયોગ કરો છો તે અપડેટ ટેબની સુવિધાઓ અને સેટિંગ અને તમે કેવી રીતે તેમનો ઉપયોગ કરો છો અને તેમની સાથે ઇન્ટરેક્ટ કરો છો, તથા અપડેટ ટેબ પરની તમારી એક્ટિવિટીના સમય, આવર્તન અને સમયગાળાનો સમાવેશ થાય છે.
- વાપરનારના રિપોર્ટ. વાપરનારાઓ અથવા તૃતીય-પક્ષો અમને તમારી ચેનલ અથવા ચોક્કસ ચેનલ અપડેટ, ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ અથવા સ્ટેટસ અપડેટની જાણ કરી શકે છે - ઉદાહરણ તરીકે, અમારી શરતો કે પોલિસી અથવા સ્થાનિક કાયદાનાં સંભવિત ઉલ્લંઘનોની જાણ કરવા માટે. જ્યારે કોઈ રિપોર્ટ બનાવવામાં આવે છે, ત્યારે અમે જાણ કરનાર પક્ષ તથા જાણ કરવામાં આવેલ(આવેલા) વાપરનાર(વાપરનારાઓ) વિશેની માહિતી અને એવી અન્ય માહિતીને એકત્ર કરીએ છીએ કે જે રિપોર્ટની તપાસ કરવામાં અમારી મદદ કરી શકે છે, જેમ કે સંકળાયેલી ચેનલ અથવા ચેનલ અપડેટ, વાપરનારનાં ઇન્ટરેક્શન અને એક્ટિવિટી અને અન્ય માહિતી, જેમ કે કોઈ ચેનલને જેમણે મ્યૂટ કરી હોય તે ફોલોઅરની સંખ્યા અને અન્ય વાપરનારના રિપોર્ટ અથવા અમલીકરણ સંબંધી એક્શન. વધુ જાણવા માટે, અમારી WhatsApp ચેનલની માર્ગદર્શિકા અને સલામતી અને સુરક્ષાની પ્રગત સુવિધાઓને જુઓ.
ચેનલનાં સબ્સ્ક્રિપ્શનની માહિતી
- સબ્સ્ક્રિપ્શન માટે એડમિનની માહિતી. ચેનલનાં સબ્સ્ક્રિપ્શન માટે, જ્યારે એડમિન તેમની ચેનલના સબ્સ્ક્રિપ્શનને સેટ અપ કરે છે અને તેનું સંચાલન કરે છે ત્યારે અમે વધુમાં માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે સબ્સ્ક્રિપ્શનની કિંમત, બિલિંગ અને રિન્યૂઅલની અવધિઓ, રદ કરવા અને સમાપ્તિઓ અને પેઆઉટની રીતો.
- સબ્સ્ક્રાઇબરની માહિતી. જો તમે કોઈ ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું પસંદ કરો છો, તો અમે, તમે જેના માટે સબ્સ્ક્રાઇબ કરો છો તે ચેનલ, શરૂ થવાની તારીખ અને રિન્યૂઅલની શરતો જેવી માહિતીને એકત્ર કરીએ છીએ.
- સબ્સ્ક્રિપ્શન સંબંધી પેમેન્ટની માહિતી. જો તમે કોઈ ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો અમે તમારી પેમેન્ટની રીત અને ટ્રાન્ઝેક્શનની રકમ જેવી માહિતીને પણ એકત્ર કરીએ છીએ. અમે તમારા પેમેન્ટની પ્રક્રિયા કરવા અને તમારાં સબ્સ્ક્રિપ્શનનું સંચાલન કરવા માટે એકથી વધુ તૃતીય પક્ષની પેમેન્ટની સેવા પૂરી પાડનારાઓની સાથે કામ કરીએ છીએ, જેમ કે Apple App Store અથવા Google Play, જે અમને તમારા ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી પૂરી પાડશે.
જાહેરાતોની માહિતી
- જો અમે તમને અપડેટ ટેબ (દા.ત., ચેનલ અને સ્ટેટસ)માં જાહેરાતો બતાવીએ છીએ, તો પછી અમે તેમની સાથેનાં તમારાં ઇન્ટરેક્શન વિશેની માહિતીને એકત્ર કરીએ છીએ, જેમ કે તમે કોઈ જાહેરાતને જુઓ છો કે તેના પર દબાવો છો, કોઈ પ્રચારિત ચેનલને ફોલો કરો છો કે કેમ અથવા WhatsApp પર ઓર્ડર આપો છો કે ખરીદી કરો છો. અમે જાહેરાત આપનારાઓની સાથેનાં તમારાં ઇન્ટરેક્શન વિશેની માહિતીને પણ એકત્ર કરીએ છીએ, જેમ કે કોઈ જાહેરાતની સાથે ઇન્ટરેક્ટ કર્યા પછી તમે જાહેરાત આપનાર સાથે જેટલા મેસેજ અથવા કૉલની આપ-લે કરો છો તેની સંખ્યા.
એકાઉન્ટ સેન્ટરની માહિતી
- એકાઉન્ટ સેન્ટર. જો તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેરવાનું પસંદ કરો છો, તો અમે સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં બધાં એકાઉન્ટ પરની તમારી માહિતીને સંયોજિત કરીશું. જ્યારે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા એકાઉન્ટને ઉમેરો છો ત્યારે WhatsApp જે એકત્ર કરે છે તે માહિતી વિશે વધુ જાણો.
અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે નીચેની વધારાની રીતે કરીએ છીએ:
- અપડેટ ટેબ પૂરી પાડવા. અમે અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ અપડેટ ટેબનું સંચાલન કરવા, તે પૂરી પાડવા અને તેને બહેતર બનાવવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ માહિતીનો ઉપયોગ તમને ચેનલ અને સ્ટેટસ અથવા ચેનલ અપડેટ અને સ્ટેટસ અપડેટ બનાવવાં, તેને ફોલો કરવાં અથવા તેની સાથે ઇન્ટરેક્ટ કરવાં માટે સક્ષમ બનાવવા, અપડેટ ટેબની વધારાની સુવિધાઓ પૂરી પાડવામાં અથવા તેને વિકસાવવામાં અમારી મદદ કરવા અથવા અપડેટ ટેબ પરના તમારા અનુભવને બહેતર બનાવવા, જેમ કે તમને ચેનલ બતાવવાં અથવા તેની ભલામણ કરવાં માટે અથવા સ્ટેટસ બતાવવા માટે જેથી તે તમારા માટે કદાચ વધુ સંબંધિત અને રુચિપ્રદ હોય, તે માટે કરી શકીએ છીએ. સ્ટેટસ અપડેટ પોતે જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
- અપડેટ ટેબના વપરાશને સમજવા. અમે માહિતીનો ઉપયોગ અપડેટ ટેબની અસરકારકતા, પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે, લોકો કેવી રીતે અપડેટ ટેબની સુવિધાઓનો ઉપયોગ કરે છે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરે છે તે સમજવા માટે, તથા અમે અમારી સેવાઓને કેવી રીતે વિકસાવી શકીએ અને બહેતર બનાવી શકીએ તે નિર્ધારિત કરવા માટે કરીએ છીએ.
- એડમિન માટે વધારાની સેવાઓ. અમે એડમિનને વધારાની સેવાઓ ઓફર કરી શકીએ છીએ, જેમ કે તેમને તેમની ચેનલ સાથેની સહભાગિતા સંબંધી મેટ્રિક્સ પૂરાં પાડવાં.
- સલામતી, સુરક્ષા અને અખંડિતતા માટે. અમે હાનિકારક આચરણ સામે લડવા, વાપરનારાઓનું ખરાબ કે હાનિકારક અનુભવો સામે રક્ષણ કરવા, અમારી WhatsApp ચેનલની માર્ગદર્શિકા સહિત અમારી શરતો અને પોલિસીનાં ઉલ્લંઘનો અથવા શંકાસ્પદ એક્ટિવિટીને શોધી કાઢવાં અને તેની તપાસ કરવાં અને એ સુનિશ્ચિત કરવા માટે કે અપડેટ ટેબ સહિત અમારી સેવાઓનો ઉપયોગ કાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે તે માટે કરવા સહિત અમારી સેવાઓ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે (ચેનલ અપડેટ અને અપડેટ ટેબમાં રહેલી તમારી એક્ટિવિટી સહિત) અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
અમે અપડેટ ટેબ (દા.ત., ચેનલ અને સ્ટેટસ)માં જાહેરાતો માટે માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ
- જો અમે ચેનલ અને સ્ટેટસના હોમ એવા અપડેટ ટેબમાં તમને જાહેરાતો બતાવીએ છીએ, તો પછી અમે અમારી જાહેરાત સેવાઓ પૂરી પાડવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે મર્યાદિત પ્રકારોની માહિતીનો પણ ઉપયોગ કરીએ છીએ. આમાં દેશના કોડ જેવી એકાઉન્ટની મૂળભૂત માહિતી, ભાષા, સામાન્ય (ચોક્કસ નહિ એવું) લોકેશન જેવી ડિવાઇસની માહિતી, તથા ફોલો કરવામાં આવેલી ચેનલ અને જાહેરાત ઇન્ટરેક્શનની માહિતી જેવી અપડેટ ટેબની એક્ટિવિટીનો સમાવેશ થાય છે. અમે તમને રુચિપ્રદ અને સંબંધિત જાહેરાતો બતાવવા માંગીએ છીએ, તેથી જો અમે તમને જાહેરાતો બતાવીએ છીએ, તો અમે આ માહિતીનો ઉપયોગ અનુમાનો લગાવવા અને અમે તમને બતાવીએ છીએ તે જાહેરાતોને પસંદ મુજબ બનાવવા અને તે કેવી ચાલે છે તેનું મૂલ્યાંકન કરવા માટે કરીએ છીએ.
- અમે જાહેરાત આપનારાઓ, બિઝનેસ અને અન્ય લોકોને તેમની જાહેરાતો કેવી ચાલી રહી છે અને કેવી કામ કરી રહી છે તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરીને મૂલ્યાંકન, એનાલિટિક્સ અને બિઝનેસની સેવાઓ પણ પૂરી પાડીએ છીએ.
અમે ચેનલનાં સબ્સ્ક્રિપ્શન માટે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
જો તમે કાં તો એડમિન અથવા સબ્સ્ક્રાઇબર તરીકે ચેનલનાં સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરો છો, તો પછી અમે અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ ચેનલનાં સબ્સ્ક્રિપ્શન પૂરાં પાડવાં અને તેનું સંચાલન કરવાં માટે પણ કરીએ છીએ, જેમાં સબ્સ્ક્રિપ્શન શરૂ કરવાં, રિન્યૂ કરવાં અને સમાપ્ત કરવાં; પેમેન્ટ અને પેઆઉટનું સંચાલન કરવાં; તથા સબ્સ્ક્રાઇબર માટે ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ ઉપલબ્ધ કરી આપવાનો સમાવેશ થાય છે.
માહિતી કેવી રીતે શેર કરવામાં આવે છે
અપડેટ ટેબની માહિતી નીચેની રીતે શેર કરવામાં આવે છે:
- સાર્વજનિક માહિતી. એ યાદ રાખો કે ચેનલ અપડેટ, ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ અને ચેનલ પર એડમિન શેર કરે છે તે માહિતી સાર્વજનિક હોય છે અને અન્ય લોકો માટે ઉપલબ્ધ હોય છે, જે કોઈ પણ ઓડિયન્સ, સબ્સ્ક્રિપ્શન અથવા પ્રાઇવસી સેટિંગને આધીન હોય છે. સ્ટેટસ અપડેટ તમારા સંપર્કોને અથવા તમે જેને પસંદ કરો છો તે ઓડિયન્સને દેખાય છે. તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ચેનલ અપડેટ અને સ્ટેટસ અપડેટ સહિત અપડેટ ટેબ પર તમે શેર કરો છો તે માહિતીના સ્ક્રીનશોટ કેદ કરી શકે છે અથવા તેનાં રેકોર્ડિંગ બનાવી શકે છે, તથા તેને WhatsApp અથવા બીજા કોઈને પણ મોકલી શકે છે, અથવા તેને અમારી સેવાઓની બહાર શેર કરી શકે, એક્સપોર્ટ કરી શકે અથવા અપલોડ કરી શકે છે.
- ઓડિયન્સ. એડમિન એ જોઈ શકે છે કે કોણ તેમની ચેનલને ફોલો કરે છે અને તેના માટે સબ્સ્ક્રાઇબ કરે છે. વાપરનારાઓ એ જોઈ શકે છે કે કોણ તેમની સ્ટેટસ અપડેટને જુએ છે અથવા તેના પર પ્રતિક્રિયા આપે છે.
- તૃતીય-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને Meta કંપનીઓ. અમે અપડેટ ટેબનું સંચાલન કરવામાં, તે પૂરી પાડવામાં, તેને બહેતર બનાવવામાં, સમજવામાં અને તેને સપોર્ટ આપવામાં અમને મદદ મળી રહે તે માટે તૃતીય-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને અન્ય Meta કંપનીઓની સાથે કામ કરીએ છીએ. અમે અપડેટ ટેબ અને અમારી સેવાઓ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવામાં અમને મદદ મળી રહે તે માટે પણ Meta કંપનીઓની સાથે કામ કરીએ છીએ, જેમાં ક્લાસિફાયર, અમારા માટે ઉપલબ્ધ કન્ટેન્ટ અને વર્તણૂકીય સંકેતો, હ્યુમન રિવ્યૂ અને વાપરનારના રિપોર્ટના સંયોજનનો જે લાભ લે તેવાં શોધ અને મૂલ્યાંકન સંબંધી ટૂલનો ઉપયોગ સામેલ છે —જેથી સક્રિયપણે અને પ્રતિક્રિયાત્મક રીતે અપડેટ ટેબના સંભવિતપણે ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ અથવા ઉપયોગને શોધી શકાય. જ્યારે તૃતીય-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને અન્ય Meta કંપનીઓને આ ક્ષમતામાં માહિતી મળે છે, ત્યારે અમારા માટે એ જરૂરી હોય છે કે તેઓ અમારી સૂચનાઓ અને શરતો અનુસાર અમારા વતી તમારી માહિતીનો ઉપયોગ કરે.
- એકાઉન્ટ સેન્ટર. જો તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારું WhatsApp એકાઉન્ટ ઉમેર્યું હોય, તો તમારી માહિતી કેવી રીતે શેર કરવામાં આવશે તે વિશે વધુ જાણવા માટે અહીં જુઓ.
સબ્સ્ક્રિપ્શનથી સંબંધિત માહિતી નીચે મુજબ શેર કરવામાં આવે છે:
- પેમેન્ટની સેવા પૂરી પાડનારાઓ. અમે જ્યારે તમે ચેનલ માટે સબ્સ્ક્રાઇબ કરો તે વખત જેવી સ્થિતિમાં પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવા માટે Google Play Store અને Apple App Store સહિત પેમેન્ટની સેવા પૂરી પાડનારા તૃતીય-પક્ષની સાથે કામ કરીએ છીએ. અમે આ તૃતીય-પક્ષની પેમેન્ટની સેવા પૂરી પાડનારાઓ સાથે ખાતરી અને ટ્રાન્ઝેક્શનની માહિતી જેવી માહિતી શેર કરીએ છીએ. કૃપા કરીને એ બાબતની નોંધ લેશો કે જ્યારે તમે તૃતીય-પક્ષના પ્લેટફોર્મના પેમેન્ટની સેવા પૂરી પાડનારની સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે સેવાઓના તમારા ઉપયોગનું સંચાલન કરશે.
જાહેરાતોથી સંબંધિત માહિતી નીચે મુજબ શેર કરવામાં આવે છે:
- અમે WhatsApp પર જાહેરાત આપતા બિઝનેસ અને એડમિનને તેમના જાહેરાત પર્ફોર્મન્સ અંગે રિપોર્ટ પૂરા પાડીએ છીએ, જેમ કે કોઈ જાહેરાતને ઉચ્ચ સહભાગિતા મળે છે કે નકારાત્મક પ્રતિસાદ.
- જો તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારા WhatsApp એકાઉન્ટને ઉમેર્યું છે, તો તમારી માહિતીને સંયોજિત કરવામાં આવશે અને સમાન એકાઉન્ટ સેન્ટરમાં રહેલાં બધાંં એકાઉન્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં તમારા અને અન્ય લોકો માટે જાહેરાતોને પસંદ મુજબ બનાવવા અને તે કેવી ચાલે છે તેનું મૂલ્યાંકન કરવા માટે તેમ કરવાનો સમાવેશ થાય છે.
તમારી માહિતીનું સંચાલન કરવું અને તેને જાળવી રાખવી
તમે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં જણાવવામાં આવેલાં અમારાં ઇન-ઍપ સેટિંગનો ઉપયોગ કરીને તમારી ચેનલની માહિતીને એક્સેસ કરી શકો છો, તેનું સંચાલન કરી શકો છો અથવા તેને પોર્ટ કરી શકો છો.
- સબ્સ્ક્રાઇબર માટે તમારી સાર્વજનિક ચેનલ અપડેટ અને ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટને જાળવી રાખવી. ચેનલ પૂરી પાડવાના સામાન્ય ઘટનાક્રમમાં, અમે અમારાં સર્વર પર 30 જેટલા દિવસ સુધી ચેનલ અપડેટ અને ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટને સ્ટોર કરીએ છીએ, જે સલામતી, સુરક્ષા અને અખંડિતતાના હેતુઓ અથવા એવી અન્ય કાનૂની કે અનુપાલન સંબંધી જવાબદારીઓને આધીન હોય છે કે જેના માટે વધુ લાંબા સમય સુધી જાળવી રાખવાની જરૂર પડી શકે અને જે વધુ આગળ એડમિન દ્વારા પસંદ કરવામાં આવેલા કોઈ પણ આર્કાઇવના વિકલ્પોને આધીન હોય છે. ચેનલ અપડેટ અને ચેનલ સબ્સ્ક્રિપ્શન અપડેટ વ્યૂઅર, ફોલોઅર અથવા સબ્સ્ક્રાઇબરનાં ડિવાઇસ પર વધુ લાંબા ગાળા સુધી રહી શકે છે, જોકે અમે એડમિન જો પસંદ કરે તો અપડેટ વધુ ઝડપથી ગાયબ થઈ જાય, ઉદાહરણ તરીકે 7 દિવસ અથવા 24 કલાક પછી, તે માટેના વિકલ્પો પૂરા પાડી શકીએ છીએ.
- અપડેટ ટેબની તમારી માહિતીને જાળવી રાખવી. અમે આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસી અને WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં ઓળખી કાઢવામાં આવેલા હેતુઓ માટે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અમારા દ્વારા એકત્ર કરવામાં આવતી અન્ય માહિતીને સ્ટોર કરીએ છીએ, જેમાં અપડેટ ટેબ પૂરી પાડવા અથવા અન્ય કાયદેસરના હેતુઓ, જેમ કે કાનૂની જવાબદારીઓનું પાલન કરવાં, અમારી શરતો અને પોલિસીનો અમલ કરાવવાં અને તેનાં ઉલ્લંઘનોને અટકાવવાં અથવા અમારા અધિકારો, પ્રોપર્ટી અને વાપરનારાઓનું રક્ષણ કરવા અથવા તેમનો બચાવ કરવા માટે તેમ કરવાનો સમાવેશ થાય છે. સ્ટોરેજની અવધિઓ કેસ-દર-કેસના આધારે નિર્ધારિત કરવામાં આવે છે કે જે માહિતીના પ્રકાર, શા માટે તે એકત્ર કરવામાં આવે છે અને તેની પ્રક્રિયા કરવામાં આવે છે, તેને જાળવી રાખવા માટેની સંબંધિત કાનૂની કે સંચાલનની જરૂરિયાતો અને કાનૂની જવાબદારીઓ જેવાં પરિબળો પર આધાર રાખે છે.
- તમારી ચેનલને ડિલીટ કરવી. જો તમે એડમિન છો, તો તમારી ચેનલને ડિલીટ કરવાથી તમારી ઍપમાં રહેલા અપડેટ ટેબમાંથી 'ચેનલ' અને 'ચેનલ અપડેટ' દૂર થઈ જાય છે, તે સમયે તે હવે ચેનલ મારફતે અન્ય વાપરનારાઓ માટે એક્સેસ કરવા યોગ્ય રહેતી નથી. એ બાબતની નોંધ લેશો કે ટેકનિકલ કારણોસર અમારાં સર્વર પર તમારી માહિતીને ડિલીટ કરવા અથવા તેમાંથી વ્યક્તિગત ઓળખ કરી આપતી માહિતીને દૂર કરવા/છુપાવવા માટે ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કર્યાથી 90 જેટલા દિવસ લાગે છે. અમે કાનૂની જવાબદારીઓના અનુપાલન, અમારી શરતો અને પોલિસીનાં ઉલ્લંઘનો અથવા હાનિ રોકથામના પ્રયાસો જેવી બાબતો માટે જરૂર પડ્યા મુજબ તમારી કેટલીક માહિતીને જાળવી પણ રાખી શકીએ છીએ. કૃપા કરીને એ યાદ રાખો કે જ્યારે તમે તમારી ચેનલને ડિલીટ કરો છો, ત્યારે તેનાથી અન્ય વાપરનારાઓ પાસે જે રહેવાની ચાલુ રહી શકે તે માહિતી અને કન્ટેન્ટ પર અસર પડતી નથી, જેમ કે તેમના ડિવાઇસ પર સ્થાનિક ધોરણે સેવ કરવામાં આવેલી ચેનલ અપડેટની કોપિ અથવા જે અન્ય વાપરનારાઓને ફોરવર્ડ કરવામાં આવ્યું હોય અથવા અમારી સેવાઓની બહાર શેર કરવામાં આવ્યું હોય.
- તમારી સ્ટેટસ અપડેટ ડિલીટ કરવી. સ્ટેટસ અપડેટ 24 કલાક પછી ગાયબ થઈ જાય છે, પરંતુ તમે તેમને સ્વયં સ્ટેટસ અપડેટમાંથી વધુ વહેલી ડિલીટ કરી શકો છો.
- ચેનલ અપડેટને દૂર કરવી. એડમિન, ચેનલ અપડેટને પોસ્ટ કર્યા પછીના 30 દિવસ સુધીમાં તેને દૂર કરી શકે છે.
તમે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં જણાવવામાં આવેલાં અમારાં ઇન-ઍપ સેટિંગનો ઉપયોગ કરીને તમારી જાહેરાતોની માહિતીને એક્સેસ કરી શકો છો, તેનું સંચાલન કરી શકો છો અથવા તેને પોર્ટ કરી શકો છો.
તમે ડેટા ડિલીટ કરવાની અને જાળવી રાખવાની અમારી રીતો વિશે અને તમારા એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરવું તે વિશે અહીં વધુ જાણી શકો છો.
અમારી પોલિસીમાં થતી અપડેટ
અમે આ અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસીમાં સુધારો કરી શકીએ છીએ અથવા તેને અપડેટ કરી શકીએ છીએ. અમે તમને યોગ્ય હોય તે મુજબ સુધારા અથવા અપડેટની નોટિસ પૂરી પાડીશું અને સૌથી ઉપરની બાજુએ રહેલી પ્રભાવી થયાની તારીખને અપડેટ કરીશું. કૃપા કરીને અમારી અપડેટ ટેબની પ્રાઇવસી પોલિસીને સમય-સમય પર રિવ્યૂ કરો.